Playing via Spotify Playing via YouTube
Skip to YouTube video

Loading player…

Scrobble from Spotify?

Connect your Spotify account to your Last.fm account and scrobble everything you listen to, from any Spotify app on any device or platform.

Connect to Spotify

Dismiss

A new version of Last.fm is available, to keep everything running smoothly, please reload the site.

Ramdev Peer No Helo - Lyrics

રામદે પીરનો હેલો
હેઈ... હરજી હાલો દેવરે, ને પૂજવા રામાપીર
હે કોઢીયા ના કોઢ મિટાણણયા જો નિસાઝા કરયા શરીર

હે... રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી નેતલના ભરથાર

હો જી રે મારો હેલો સાંભળો જી

હેલો મારો સાંભળો, રણુજાના રાય
હુકમ કરો તો પીર, જાત્રાયું થાય

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... વાણિયો ને વાણિયણે ભલી રાખી ટેક
પુત્ર ઝૂલે પારણે તો જાત્રા કરશું એક

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... વાણિયો ને વાણિયણ જાત્રાએ જાય
માલ દેખી ચોર એની વાંહે વાંહે જાય

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ઊંચી ઊંચી ઝાડિયું ને વસમી છે વાટ
બે હતા વાણિયા ને ત્રીજો થયો સાથ

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ઊંચા ઊંચા ડુંગરા ને વચમાં છે ઢોર
મારી નાખ્યો વાણિયો ને માલ લઈ ગયા ચોર

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ઊભી ઊભી અબળા કરે રે પોકાર
સોગટે રમતા પીરને કાને ગયો સાદ

હો જી રે મારો હેલો સાંભળો જી

હે… લીલુડો છે ઘોડલો ને હાથમાં છે તીર
વાણિયાની વહારે ચઢ્યા રામદે પીર
મારો હેલો સાંભળો, હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હે... હેલો મારો સાંભળો રણુજાના રાય
હુકમ કરો તો પીર જાત્રાયું થાય

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ઊઠ ઊઠ અબળા ગઢમાં તું જો
ત્રણે ભુવનમાંથી શોધી લાવું ચોર

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... ભાગ ભાગ ચોરટા તું કેટલેક જઈશ
વાણિયાનો માલ તું કેટલા દહાડા ખઈશ

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી નેતલના ભરથાર

હો જી રે મારો હેલો સાંભળો જી

હે... આંખે કરું આંધળો ને ઙીલે કાઢૂ કોઢ
દુનિયા જાણે પીર રામદેવ નો ચોર
મારો હેલો સાંભળો
હો જી રે મારો હેલો સાંભળો જી

ગાવે ડલ્લો વાણિયાનો ની ભળી રાખી ટેક
આજ રણૂજા મા લીજો વાણિયાની ભેટ
મારો હેલો સાંભળો
હો જી રે મારો હેલો સાંભળો જી

હે... રણુજાના રાજા, અજમલજીના બેટા
વીરમદેના વીરા, રાણી નેતલના ભરથાર
મારો હેલો સાંભળો, હો... હો... જી
હો જી રે મારો હેલો સાંભળો જી

હો જી રે મારો હેલો સાંભળો જી

Don't want to see ads? Subscribe now

API Calls